You are currently browsing the category archive for the ‘Social Issues – India’ category.

તાજેતરમાં કૉંગ્રસના નેતાઓ દ્વારા કર્ણાટકની ચૂંટણી સંદર્ભે જોર-શોરથી કરવામાં આવેલી ગૌ-વંશ વધ નિષેધને ઉઠાવી લેવાની જાહેરાત; તેના સંદર્ભમાં જાણીતા સમાચારપત્રામાં શ્રી સંજય વોરાનો પિન્ક રિવોલ્યુશન પરનો લેખ અને ફેસબુક મિત્ર ભસ્માંગ ત્રિવેદીએ મારી ટાઈમલાઈન પર તે વિષે ઘણી ઝીણવટભરી આંકડાકીય માહિતી સાથે મુકેલી પોસ્ટના સંદર્ભમાં..

માંસ ખાવુ – ન ખાવુ; ગૌમાંસ ખાવુ કે સુવ્વરનું માસ ખાવુ કે પછી માત્ર સી-ફૂડ ખાવુ તે દરેક વ્યક્તિની વ્યક્તિગત તેમજ તેના ડાયેટીશીયનને લગતી બાબત છે. તેને વિષે કોઈ ચર્ચા ન હોય. મેં કેટલાય હિંદુઓને મજેથી બીફ ખાતા જોયેલા છે; અરે નખશીખ કર્ણાટકી હિંદુ પોતાના ઘરે ગાયની જીભની સ્વાદિષ્ટ વાનગી બનાવતા અને તેને ટેસથી આરોગતા તે પણ મેં નોધ્યુ છે. કેટલાય મુસ્લિમોને મેં પૉર્ક ખાતા ભાળ્યા છે!! અને મારી પૂર્ણ સભાનતાને લીધે મેં ક્યારેય ભૂલથી પણ માંસાહાર કર્યો નથી.

વ્યક્તિગત રીતે કહું તો મને ગાયની કતલ થાય તેથી કોઈ “ફેર પડતો નથી”. મારી પાસે આવતુ દૂધ ભેંસનુ હોય છે તેમ મારુ માનવુ છે; પણ જો તેમાં ગાયનું કે બકરીનું કે ઊંટડીનું પણ દૂધ ભેળવી દીધુ હોય તો મને કોઈ જ રીતે ખબર પડી શકવાની નથી. બીજી બધી મિલ્ક પ્રોડક્ટ્સ માટે તો ગમે તેવો ઍક્સપર્ટ હોય તો પણ દૂધની ભેલસેળનો ફેર પારખી શકે તે વાતમાં માલ નથી!! મારે અને ગાયને માત્ર ડેરી પ્રોડક્ટસ્ પૂરતો જ સંબંધ!! તેથી ગાયની કતલ થાય તો મારી જીવન શૈલી; મારા ખાન-પાન ને મારા સામાન્ય જીવનમાં દેખીતી રીતે કોઈ જ ફરક પડતો નથી તેમ કહી શકાય.

હિંદુ ધર્મના મૂળમાં જઈએ (એટલે કે મૂળ હિંદુ ધર્મ સુધી જઈએ) તો તેમાં ગાયનું માતા તરીકેનું કોઈ સ્થાન હોય તેમ જણાતુ નથી. તેનાથી ઉલટું કેટલાક (હીન-લક્ષ્ય પ્રાપ્ત કરવામાટેના) યજ્ઞોમાં તો અનેકવિધ પ્રકારના પ્રાણીઓનું બલિદાન આપીને જ પૂર્ણાહૂતિ કરવામાં આવતી હતી તે સુવિદિત છે-આમ હિંદુઓમાં ધર્મ સાથે નહીં તો ધાર્મિક વિધીઓ સાથે પણ પ્રાણી-વધ સંકળાયેલો જ હતો. વળી જેમ દુનિયાની લગભગ બધી જ પ્રજા માંસાહારી છે તે પ્રમાણે ભારતની પ્રજા પણ સ્વાભાવીક રીતે જ (એટલે કે ઉત્ક્રાંતિના ક્રમ મુજબ) માંસાહારી હોવાની પુરતી શક્યતા જ નહિં પણ ચોક્કસથી હતી જ તેમ ખાતરી પૂર્વક કહી શકાય. માંસાહારમાંથી પાછા ફરવાનું (અને સંપૂર્ણ શાકાહાર તરફ વળવાનુ) મૂળ કારણ માત્ર અને માત્ર હિંદુ ધર્મની આડ પેદાશ જેવા બૌધ્ધ અને જૈન ધર્મ જ હોય તે પૂરી રીતે સંભવ છે. તેમાંય બૌધ્ધ ધર્મને પણ કંઈક અંશે આમાંથી બાકાત રાખી શકાય; કારણકે દુનિયાના સૌથી પ્રખર માંસાહારી તેવા જાપાની નાગરીકો બધી જ રીતે બૌધ્ધ ધર્મને વરેલા છે અને તે છતાંય માંસાહારી જ છે!! આમાં છેલ્લો-છેલ્લો ઉમેરો ‘સ્વામિનારાયણ’ જેવા સંપ્રદાયોનો કરી શકાય જેમણે જૈનોમાં પ્રવર્તતી સદીઓ જૂની પરંપરાના જે કોઈ લાભો(!!) જોયા હશે તેને આવરી લેવા માટે એક સમાજ સુધારણાના હથિયાર તરીકે સંપ્રદાયના અનુયાયીઓને શાકહારી થવાનું સૂચવ્યુ હોઈ શકે.

ધાર્મિક દ્રષ્ટીકોણથી શાકાહારનું શિક્ષણ આપનાર જૈનધર્મ દુનિયાનો કદાચ એકમાત્ર ધર્મ છે. બીજા કોઈ ધર્મે અનુયાયીઓના ખાન-પાનને લગતી અત્યંત વિશ્લેષણાત્મક અને ઝીણવટપૂર્વકની દોરવણી કરી હોય તે મારા ધ્યાનમાં નથી આવતું!! બાકી બધા જ ધર્મોએ ખાન-પાનની રીતોને વ્યક્તિગત જ રહેવા દીધી છે.

હવે, ખાન-પાનની રીતો માટે જોઈએ… તો તે – જે તે પ્રદેશની ભૂગોળ, કુદરતી સંપદા, ત્યાં થતી કે થઈ શકતી વનસ્પતિ એટલે કે પાકો (પછી તે વનસ્પતિ આયાતી પણ હોઈ શકે – જેમ કે બટાટા જેવું કંદમૂળ મૂળભુત રીતે ભારત કે ભારતિય ઉપખંડની પેદાશ નથી તે તો યુરોપમાંથી સદીઓ પહેલા આપણે ત્યાં આયાત થયેલો પાક છે; તે જ રીતે દક્ષિણ અમેરિકી દેશ ગુયાનામાં શેરડી જેવી પદાશોની ખેતી ભારતથી નિકાસ થયેલી છે!!) અને પ્રાણી સંપદા પર નિર્ભર છે. આ બધામાં જે તે પ્રદેશનું વાતાવરણ અને હવામાન પણ તેટલા જ મહત્વના રહેવાના. જ્યાં દરિયાકિનારો હોય ત્યાંના લોકો દરિયાઈ પેદાશો (સી-ફૂડ) પર નિર્ભર રહેવાના. મેદાનોમાં વસેલી પ્રજા શકાહાર અને પાલતુ પ્રાણીઓના માંસ પર નિર્ભર રહે, પહાડી વિસ્તારના લોકો કંદમૂળ, ફળ-ફૂલ અને પહાડી-જંગલી પ્રાણીઓના માંસ પર; તેમજ જંગલ જેવા વિસ્તારોમાં વસતી પ્રજા પણ કંદ-મૂળ; ફળો અને જંગલી પ્રાણીઓ તેમજ મીઠા પાણી ની માછલીઓનો આહાર કરશે. ઠંડા પ્રદેશોમાં વસ્તી પ્રજા પ્રમાણમાં ઓછી સ્વાસ્થ્યપ્રદ વનસ્પતી થવાને લીધે પ્રાણીજ ચરબી  અને પ્રાણીજ પ્રોટીન પર વધારે નિર્ભર હશે; તો રણ વિસ્તારના લોકો વનસ્પતિના અભાવે માંસભક્ષણ તરફ વળશે. આ જ રીતે જે વિસ્તારોમાં વસ્તી-વિસ્ફોટની પરિસ્થિતી હોય ત્યા દરેક પ્રકારના સામાન્ય ખોરાકો ખૂટી પડવાને લીધે ત્યાંના લોકો સામાન્ય સંજોગોમાં અભક્ષ્ય કહેવાય તેવા પ્રાણી-પક્ષીઓ, કીટકો અને વનસ્પતિના દરેક ભાગો પર નિર્ભર રહેવા માટે મજબૂર થવાના. આમ, ખાન-પાનની રીતોને રહેવાના સ્થાન સાથે વધારે સંબંધ છે; નહિં કે ધર્મસાથે. જે તે વિસ્તારના (કે કાળક્રમે તે વિસ્તારમાં ફેલાયેલા) ધર્મો એ પોતાના વીધિ-વિધાનમાં ખાન-પાનની આ રીતો કાળક્રમે વણી લીધી હોય તેમ બને પણ ધર્મએ ખાન-પાનની રીતો સૂચવી હોય તેવું બનવાની કોઈ શક્યતા નથી.

રહી વાત ગાયની કતલની અને ગૌમાંસના હિંદુ ધર્મમાં નિષેધની. પ્રથમ તો અહિં એક ખાસ સ્પષ્ટતા – ઉપર જણાવ્યું તેમ હિંદુ ધર્મમાં મૂળભૂત રીતે માંસાહારનો નથી તો ગૌ-માંસનો પણ નિષેધ ન હોય તેની શક્યતા ઘણી વધારે છે. આથી, પ્રથમ તો ગૌમાંસના નિષેધને હિંદુધર્મ (એટલે કે સનાતન હિંદુધર્મ) સાથે ન સાંકળવુ જોઈએ. તેને આપણા તત્કાલીન સમાજ અને સમાજની જરૂરિયાતને અનુલક્ષીને સાર્વજનિક રીતે સ્વીકારવામાં આવેલો નિયમ કે વણ-લખ્યા સામાજિક કાયદાની રીતે જોવું જોઈએ. જેને પાછળથી હિંદુ ધર્મના જૂદા-જૂદા ફાંટા અને સંપ્રદાયોમાંથી કેટલાકે (જેમકે વૈષ્ણવ સંપ્રદાય કે જેમાં કૃષ્ણના બાળપણથી માંડીને યુવા-કાળ સુધીના સ્વરૂપને પૂજવામાં આવે છે અને આ સમય દરમિયાન કૃષ્ણ ગાયોની વધારે નજીક હતા!!) તેને હિંદુત્વની મુખ્ય વિચારધારા તરીકે ખપાવવાનો પ્રયત્ન કર્યો હશે અને તેવું પ્રસ્થાપિત કરવામાં તેઓ કેટલા સફળ નીવડ્યા તે આપણે જોઈ શકીએ છીએ. આ જરૂરિયાત કે જેના અંતર્ગત ગાય અને ગૌ-વંશની કતલનો નિષેધ કરવામાં આવ્યો તે વિષે પણ કલ્પના જ કરવી રહી. તે શક્યતાઓ નુ આલેખન હું આ મુજબ કરું છું…

એક: હિંદુ-સંસ્કૃતિ જે વિસ્તારોમાં સૌથી વધારે વિકાસ પામી તે – સિંધુ તટ અને પછી ગંગા-યમુના તટ સંપૂર્ણરીતે મેદાની પ્રદેશો હતા અને તે રીતે ત્યાં વસતી પ્રજા મુખ્યત્વે ખેતી પર નિર્ભર હતી. આધુનિક મશીન વિનાના તે યુગમાં ખેતી માટે પશુઓની ખાસ જરૂર રહેતી – જે ગૌવંશ જેવા બળદો દ્વારા જ પૂરી થઈ શકે. જો ગાયો ન હોય તો બળદો કેવી રીતે પેદા થાય? માટે સર્વ સ્વીકૃતરીતે ગાય અને ગૌ-વંશ કતલનો નિષેધ ફરમાવવામાં આવ્યો હોય તેમ બની શકે.

બે: જે તે સમયે ગૌ-વંશમાં કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હોય (જેમ કે મેડ-કાઉ ડીસીઝ) અને ગૌ-માંસ ખાવાથી માણસનું મૃત્યુ થવાની સંભાવના હોય અને તેથી તેની કતલ પર બંધી કરવામાં આવે હોય. જેને વધુ અસરકારક બનાવવામાટે તેને ધર્મના વિવિધ સ્થાનો દ્વારા લોક-સ્વીકૃતિ અપાવવાનો પ્રયત્ન કર્યો હોય અને ત્યારબાદ આ વાત સમાજમાં રૂઢ થઈ ગઈ હોય.

ત્રણ: જે હોવાની શક્યતા સૌથી વધુ છે… ગાય અને તેના વંશનુ તે સમયની આપણી સંસ્કૃતિમાં સૌથી વધારે મહત્વ હોઈ શકે અને વળી પાછુ આ પ્રાણીને જંગલીમાંથી કાળક્રમે તદ્દન પાલતુ બનાવી લેવાયુ હતું. (યાદ રહે આજે જે આપણા પાલતુ પ્રાણીઓ છે તે હજારો વર્ષો પહેલા જંગલી જ હતા; જેમકે ગાય, ભેંસ, ગધેડા, કૂતરા, ઘોડા, હાથી, ઊંટ, બકરી, બતક, મરઘી, સુવ્વર વગેરે. જેમાંના ગાય સિવાયના બધા જ પ્રાણીઓ આજે પણ જંગલી અવસ્થામાં દુનિયામાં ક્યાંકને ક્યાંક મોજૂદ છે પણ ગાય એ સંપૂર્ણપણે પાલતુ અને તેથી માનસજાત પર નિર્ભર પ્રાણી થઈ ગયું છે. તેને જો આજે તેની જંગલી અવસ્થામાં પાછુ છોડવામાં આવે તો તેનું અસ્તીત્વ ન રહે.) તેથી માણસોની તેના પ્રત્યે માયા-પ્રીતી વધારે પ્રમાણમાં થઈ ગઈ હોવી જોઈએ જે સિંધુ સંસ્કૃતિના ખેતી પ્રધાન સમાજમાટે બધી રીતે બનવા લાયક છે શક્યતા છે. (બીજી ખેતીપ્રધાન સંસ્કૃતિઓમાં ગાયને બદલે કે પછી ગાયની સાથે-સાથે અન્ય પ્રાણીઓ જેવા કે ઘોડા ને ગધેડાનો પણ ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો) આથી એક ભાવનાત્મક સંબંધને કારણે પણ ગાયને મારીને ખાવાથી આ સંસ્કૃતિના લોકો દૂર રહેતા હશે તેમ માની શકાય. જેમકે આજે કૂતરા, ઘોડા કે ઊંટને ને મારીને ખાવાની વાતનો સ્વીકાર દુનિયાના મોટાભાગના પ્રદેશોમાં નથી થતો. પણ કોરિયા અને ચીનના અમુક ભાગો તેમજ ભારતના આસામના આદિવાસી પ્રદેશોમાં કૂતરાનું માંસ અને તે જ રીતે મધ્ય એશિયાના દેશોમાં ઘોડાનું માસ અને મધ્યપૂર્વના દરેક દેશોમાં ઊંટનું માસ લોકો મજેથી ખાય છે. આમ ભારતના પ્રદેશોમાં જે તે સમયે ગાય અને ગૌ-વંશ સાથેની અત્મિયતા ઘરના વ્યક્તિ જેટલી જ હશે તેમ માની શકાય અને તેથી જ તેના વધ અને તેના માંસભક્ષણ પર સર્વગ્રાહી અને સ્વેચ્છાએ સ્વીકારેલો પ્રતિબંધ હશે. આમ થવુ તેની શક્યતાઓ આપણી સંસ્કૃતિને જોતાં ઘણી વધારે છે.

કાળક્રમે તે લોકોક્તિઓ વડે અને તે બાદ જૂદા-જૂદા ધર્મ-સંપ્રદાયોના (સુધારેલા) ઉપદેશો વડે વધુ સુદ્રઢ બનતો ગયો હશે; અને તેમ કરતાં ગૌરક્ષા આપણી સંસ્કૃતિ જ નહિં પણ ધાર્મિક માન્યતા બની ગઈ હશે તેમ માનવાને પૂરતા કારણો છે.

આજની વાત – ગૌરક્ષા તો આપણી સંસ્કૃતિમાં સ્વીકારાયેલી વાત તેમજ ધાર્મિક માન્યતા પણ હતી. અને જેમ બીજી ધાર્મિક માન્યતાઓનુ બને છે તેમ – સમય જતા આ માન્યતા પણ અંધશ્રધ્ધાની કક્ષા સુધી આવી ગઈ (તેત્રીસ કરોડ દેવતાઓનો ગાયમાં વાસ; ગૌમૂત્રથી આવતી પવિત્રતા, પૂંછડાની પૂજા વગેરે જેવી માન્યતાઓ આવી અંધશ્રધ્ધાના ઘણા ઊડા મૂળ દર્શાવે છે!!) સમયે-સમયે આ દેશ પર વિદેશી-વિધર્મીઓના આક્રમણો આવ્યા જેમને ગૌ-વંશ કતલ માટે આવો કોઈ બાધ હતો નહિં તેથી તેમણે તેમની સંસ્કૃતિના સહજભાવથી જ આ દેશના ગૌધનને મારીને મિજબાની કરવાની ચેષ્ટાઓ કરી. વિદેશી આક્રમણોમાં જો કોઈ સૌથી કટ્ટર, જુલમી, ક્રુર, વિનાશકારી અને સંસ્કૃતિ પરના કુઠારાઘાત સમાન આક્રમણ હોય તો તે મુસ્લિમોનું હતું. મુસ્લિમોએ જોયું કે આ પ્રજા એક પ્રાણી – કે જેને તે લોકો માત્ર ખાદ્ય પદાર્થથી વધારે મહત્વ નથી આપતા તેને તો ઇશ્વરની કક્ષાએ પૂજે છે!! તેમને તો આ દેશની મૂળ પ્રજા (કે જે હવે તેમની ગુલામ હતી)ને હેરાન કરવાનો – રંજાડવાનો નવો આયામ મળી ગયો. જ્યાં-ત્યાંથી કોઈ હિંદુની ગાય શોધીને કતલ કરી નાખવાની; હિંદુને મા મરી ગયા જેવી લાગણી થશે અને તેને પોતાના કુટુંબ માટે કેટલાય દિવસોનું ભોજન પણ મળશે!! કોઈ પણ હિંદુને મુસ્લિમધર્મમાં ભેળવવા માટે પણ આ જ રીત અપનાવવામાં આવી; તેને ગૌમાંસ ખાવાની ફરજ પાડવામાં આવે. તેનાથી જે તે હિંદુને તો પોતાના મનમાં અત્યંત હીન કૃત્ય કર્યાની લાગણી થશે જ પણ તે વાત જાહેર થઈ ગયા બાદ તેના પોતાના ધર્મના લોકો ક્યારેય તેને પરત નહિં સ્વીકારે; અરે સ્વીકારવાની વાતતો દૂર પણ તેને ધૂત્કારશે અને તેના પડછાયાથી પણ આઘા ભાગશે. આથી તેણે નછૂટકે મુસ્લિમ બનીને રહ્યે જ છૂટકો. (કાશ્મીરમાં ઔરંગઝેબે હજારો કાશ્મીરી બ્રાહ્મણોને વટલાવ્યા બાદ જ્યારે તેઓએ હિંદુ ધર્મમાં પરત આવવાની દરખાસ્ત મૂકી ત્યારે તેમને કોઈ કાળે સ્વીકારવામાં નહોતા આવ્યા. ખોજાજ્ઞાતિના અર્ધ મુસ્લિમ-અર્ધ હિંદુ એવા ગુજરાતી ઠક્કરો આજે પણ હિંદુ બની ઠક્કર જ્ઞાતિના મૂળ પ્રવાહમાં ભળવા માગે છે પણ તેમનો સ્વીકાર નથી થતો. મહમ્મદ અલી ઝીણા આ જ જ્ઞાતિમાંથી પાક્યા હતા.)

આમ, હિંદુ પક્ષે ગૌ-રક્ષા અને મુસ્લિમ પક્ષે ગૌ-વધ એ માત્ર ખેતીપ્રધાન સંસ્કૃતિ કે ખાન-પાનની સંસ્કૃતિ જ ન બની રહેતા ધર્મની કટ્ટરતાના પ્રતિક સમાન બની ગયા. જે માન્યતા આ ભૂમીની સર્વ સ્વીકૃત સંસ્કૃતિ હતી તેનો છેદ ઉડાડવો તે વિદેશીને મન પોતાની સર્વોપરિતા સાબિત કરવાનું સબળ (અને પ્રમાણમાં આસાન) સાધન બની ગઈ. ગાયો અને ગૌવંશ વધ નિષેધનો મૂળ મુદ્દો આ પ્રમાણે સમજી શકાય. સર્વ સ્વીકૃત સંસ્કૃતિ પરનો આ કુઠારાઘાત આ દેશમાટે વિધર્મીઓ એવા મુસ્લિમો પાછલા હજારથી વધારે વર્ષોથી કરતા આવ્યા છે અને છેલ્લા ચાર વર્ષોથી આ કામ જે લોકો પોતાને ગાંધીજીએ સ્થાપેલી અને પોષેલી કૉંગ્રેસ-પાર્ટીના મનાવે છે તે લોકોએ ઉપાડી લીધું છે.

એક વાત અહિં નોંધવી ઘટે – જો ગૌવંશ વધ નિષેધ જેવો મુદ્દો આ દેશમાં અંધશ્રધ્ધાની હદે ન પહોંચ્યો હોત અને ત્યારબાદ મુસ્લિમોએ તેને આપણી સંસ્કૃતિ સામેના શસ્ત્ર તરીકે ન વાપર્યો હોત તો આજે કદાચ ભારતિયો કતલખાનાઓમાં ગાયો કપાઈ જતી જોઈ-સાંભળીને આટલા દુઃખી ન થતા હોત.

પણ, આજે તો આજની જ વાત કરવાની રહી. અંતિમવાદી મુસ્લિમો અને તકવાદી નેતાઓ નો સબળ વિરોધ નોંધાવવા માટે પણ આપણે ગૌ-વંશ રક્ષા કરવી જ રહી. ભલે અંધશ્રધ્ધા હોય; પણ તેત્રીસ કરોડ દેવતાઓ ને દુઃખી ન જ થવા દેવાય, તેમનો વાસ જેમાં હોવાની માન્યતા પણ છે તે ગૌ-વંશને માત્ર માંસાહારીઓ અને કતલખાના ધારકોથી જ નહિં પણ પોતાને યદુવંશી કહેવડાવનાર અને ગૌ-વંશની કતલને પ્રોત્સાહન આપનાર કૉગ્રેસીઓના ખભે બેસી – ગૌવંશ બચાવવાના મોટા-મોટા આંદોલનો કરનાર એવા રબારી-માલધારી સમાજથી પણ બચાવવાનો છે!! તેમની ગાયો પ્રત્યેની દુર્લક્ષતાના પ્રત્યેક ભારતિય સાક્ષી છે. ઢોરને રસ્તે રઝળતા મૂકવા અને તે પણ શહેરોની વચ્ચો-વચ્ચ અને તે બાબતે જે કોઈ ફરિયાદ કરવા આવે તેને જીવલેવા સુધીની ધમકીઓ આપવી.. ગાય આખો દિવસ ક્યાં જાય છે અને શું ખાય છે તેનું નહિં પણ માત્ર તેના દુધ પર જ નજર રાખવી.. આ રબારી સમાજે ગૌ-વંશને જેટલું નુકશાન પહોંચાડ્યુ છે તેટલું તો કતલખાને ઢોર કાપતા ખાટકીઓએ પણ નથી પહોંચાડ્યુ.

આ મુદ્દે તો નખ-શિખ અહિંસક અને પૈસેટકે પણ પહોંચી વળે તેવા જૈન સમાજના શ્રેષ્ઠીઓ જ આગળ આવે તો પ્રામાણિકતા પૂર્વક કાર્ય થઈ શકે!!

મનુસ્મૃતિ કે એવા પ્રકારના બીજા સાહિત્યોનો અભ્યાસ કરવાની બહુ તક તો મળી નથી; પરંતુ હા ભારતમાં (માત્ર હિંદુઓમાં નહિ) પ્રવર્તતી વર્ણ વ્યવસ્થા વિષે અભ્યાસ કરવામાં રસ ખરો અને તે વ્યવસ્થા વિષે થોડો ઘણો વાંધો પણ ખરો.

ભારત સિવાયના પણ ઘણા બધા દેશોમાં ફરવાનું થયું છે અને મારા અંગત રસના લીધે ત્યાની સમાજ વ્યવસ્થાઓ અને વર્ણ કે વર્ગ વ્યવસ્થાઓ વિષે જાણવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. મારા મતે દુનિયાના દરેક સમાજમાં વધતે – ઓછે અંશે આ પ્રકારની વ્યવસ્થા પ્રવર્તમાન હોય જ છે. ક્યાંક ધર્મના આધારે, તો ક્યાંક સામાજિક મોભાના આધારે, તો લગભગ દરેક સમાજમાં આર્થિક પરિસ્થિતિના આધારે. કદાચ તે જ રીતે પુરાણ અને વૈદિક કાળના ભારતમાં આ વ્યવસ્થાને વર્ણ-વ્યવસ્થા તરીકે વિકસાવવામાં આવી અને વ્યાપક રીતે સ્વીકારવામાં આવી.

એક રીતે જોઈએ તો આ પણ જંગલના કાયદા જેવું જ સ્વાભાવિક છે – બળીયાના બે ભાગ. માણસોમાં જ નહિ પરંતુ પ્રાણીઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થા પ્રવર્તે જ છે. જે સૌથી વધુ શક્તિશાળી છે તેને તેના મોભા પ્રમાણે શિકાર પર પ્રથમ આધિકાર છે. આંતરિક લડાઈઓ દ્વારા નક્કી થયેલ નરને જૂથની માદાઓ સાથે પ્રણયનો આધિકાર મળે છે અને તેના DNA દ્વારા તે જૂથની ભવિષ્યની પેઢીઓ આકાર લે છે. આ એક સનાતન કુદરતી વ્યવસ્થા છે. ભારતની અને જેને આજે આપણે હિંદુઓની વર્ણ વ્યવસ્થા કહીએ છીએ તે આ પ્રકારની સામાજિક રચનાનું એક structured અને જટિલ પ્રકારે વિધિવત સ્વીકારેલું સ્વરૂપ કહી શકાય.

ઈરાનમાં (ઈરાની સભ્યતા – persian civilization – ને પુરાણકાળ જેટલી જ જૂની ગણી શકાય) કેટલાક અભ્યાસુઓને મળવાનું થયું હતું; તેમના મત મુજબ તેમના સમાજમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે અને હતી. આજના ઇસ્લામના (જેનો આધાર સમાનતા છે) જમાનામાં પણ ત્યાના સમાજમાં ઊંચ-નીચના ભેદભાવો છે જ અને તે પણ કુળના આધારે; નહિ કે માત્ર આર્થીક પરિસ્થિતિને આધારે!! તે જ રીતે સાઉદી અરબમાં પણ ઊંચા કુળના આરબો નીચા કુળના આરબો સાથે રોટી-બેટી તો ઠીક પણ સાથે કાવો કે હુક્કો પીવાના સંબંધ પણ નહિ રાખે. તેમને નીચા ગણવામાં આવતા હતા અને હજુ પણ ગણવામાં આવે છે. આર્થિક રીતે તેઓ સધ્ધર થઇ ગયા હોય તો પણ તેમને ઉચ્ચ કુળના લોકોમાં સ્થાન નથી મળી શકતું!! આજ પ્રકારની પરિસ્થિતિ ઘણે ભાગે અગ્નિ – એશિયાના અને પૂર્વના દેશોમાં પણ પ્રવર્તે છે. જો કે તે માટે દલીલ કરી શકાય કે ત્યાના સમાજ પર હિંદુ ધર્મનો ઘણો વધારે પ્રભાવ છે. પરંતુ યુરોપના સમાજની પરિસ્થિતિ પણ આપણા જેવી જ છે. જે સમયે સમાજના જે વર્ગનું વર્ચસ્વ હોય તે અધિપત્ય જમાવવા સમાજ વ્યવસ્થાને પોતાની રીતે નિયમબદ્ધ કરવા પ્રયત્ન કરે જ છે.

જે સમયમાં ભારતની વર્ણવ્યવસ્થાને આ પ્રકારનું સ્વરૂપ આપવામાં આવ્યું હશે તે સમયમાં બ્રાહ્મણોની (અથવા તો કહો કે કોઈ એક ચોક્કસ વ્યવસાયમાં પ્રવૃત વર્ગ – કે જે પછીથી બ્રાહ્મણ તરીકે ઓળખાયો) સમાજમાં બોલબાલા હોવી જોઈએ અને જંગલના કુદરતી કાયદા મુજબ જ તેમણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પોતાના આધિપત્ય નીચે રહેલ સમાજને કાયમ માટે ગુલામ બનાવી રાખવા માટે આ પ્રકારની વ્યવસ્થા બનાવી. જે વ્યવસ્થા તે સમયના સમાજમાં (મને-કમને) સ્વીકારાઈ અને જે તે વર્ગનું આધિપત્ય કાયમ રહ્યું!! આ આધિપત્ય આજ દિન સુધી વધતે ઓછે અંશે છે અને તેને હજુ પણ કાયમ રાખવા માટેના ધમપછાડા પણ ચાલુ જ છે.

આ પ્રકારની વ્યવસ્થાને તમે કે હું કે માનવ સમાજનો કોઈ પણ સભ્ય મિટાવી શકે તેમ નથી (અહી વર્ણ વ્યવસ્થાનો પક્ષ ખેચવાની વાત નથી); કારણકે કુદરતી ન્યાય મુજબ જે શક્તિશાળી છે (નર કે માદા; બ્રાહ્મણ કે શુદ્ર, ગરીબ કે તવંગર, રાજા કે ભિખારી, જ્ઞાની કે મુર્ખ) તે સમાજમાં ઉભરીને બહાર આવશે જ અને સમાજના બાકીના સભ્યો તેની માત્ર નોંધ જ નહિ લે પરંતુ તેને પૂજશે અને અનુસરશે પણ ખરા. તમે પુરાણા ઇતિહાસમાં; નજીકના ઇતિહાસમાં કે પછી વર્તમાન સમયમાં પણ તેના ઘણા ઉદાહરણ જોઈ શકશો. આજે આપણે ચતુર્વર્ણ વ્યવસ્થાને મિટાવી દઈશું તો કાલે નવા પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં આવશે જે બળિયાને વધારે બળવાન અને કચડાયેલાને વધુ નીચો બનાવવા માટેની નવી machinery હશે; કારણકે કુદરતના કાયદાને કોઈ ઉવેખી શકવાનું નથી!!

જરા નજીકના ઇતિહાસમાં નજર કરો – સોવિયેત રશિયાના સમાજમાં (કે જ્યાં સામ્યવાદ પ્રચલિત હતો) કામગારનું મહત્વ ઇજનેર કે ડોક્ટર કરતા વધારે હતું. સામાજિક મોભાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી!! તે જ રીતે મારા અંગત અનુભવ પ્રમાણે સદ્દામના સમયના ઈરાક (કે જે દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાઓ માનો એક પ્રદેશ છે; જ્યાં અરેબીક ભાષાને એક મોભો મળ્યો અને તે શુદ્ધતાનું સ્વરૂપ પામી)માં મારા એક મિત્ર કે જે orthopedic ડોક્ટર છે તેમણે ડોકટરી છોડીને trading નો વ્યવસાય અપનાવ્યો હતો; કારણકે તેમણે ડોક્ટર તરીકે સરકારી હોસ્પિટલમાંજ સેવા આપવી પડે અને તેમનો તે સમયનો પગાર મહીને માત્ર પાંચ (U S ) ડોલર હતો. પરંતુ ધંધો કરનારને આવા પ્રકારના કોઈ restrictions નહોતા. આ પણ બળીયાઓની બનાવેલી સમાજ વ્યવસ્થાનું ઉદાહરણ ગણી શકાય. તે જ રીતે ખ્મેર-રૂઝના કમ્બોડિયા (જ્યાં દુનિયાનું સૌથી વિશાળ પ્રાચીન હિંદુ મંદિર આવેલું છે)માં દરેક બુદ્ધિશાળી (જેવા કે પ્રોફેસર, ડોક્ટર, ફિલોસોફર વગેરે) માણસને બળજબરી થી ખેતરોમાં કામ કરવા માટે જોતરી દીધા હતા. અહી પણ બળવાન બની બેઠેલા લોકોએ પોતાની રીતે સમાજ વ્યવસ્થાને મારી મચેડી ને બદલવાનો પ્રયત્ન કર્યો તે દેખાય છે.

આમ ભારતની (કે જેને ભારતમાં પ્રથમ મુસ્લિમો; ત્યારબાદ મીશનરીઓ અને તે પછી આવેલ યુરોપના વેપારી-શાસકો એ હિંદુ સમાજની ગણાવી) વર્ણ વ્યવસ્થા મનુષ્યની કુદરતી જીજીવિષાનો જ એક ભાગ છે અને તે દરેક સમાજમાં પ્રચલિત છે. તેનો વિરોધ (અને સ્વીકાર પણ) આવકાર્ય જ છે; પરંતુ તે વિશેની ઘસાતી કે તેને કારણે સમગ્ર સમાજ વ્યવસ્થાને ઉતારી પાડતી ટીપ્પણી અયોગ્ય છે. આપણે એ સમજવું જોઈએ કે આ પ્રકારની સમાજ વ્યવસ્થાનો ખુલીને વિરોધ કરવાની આપણને છૂટ હોવી તે જ આ સમાજ વ્યવસ્થાનું સૌથી મહત્વનું પાસું છે. (અને કદાચ આ જ કારણે આ સમાજ વ્યવસ્થા આજ સુધી પ્રવર્તમાન છે; બાકી આગળ વર્ણવ્યા તે બધા ઉદાહરણોમાં સમાજ વ્યવસ્થાઓ પડી ભાંગી; કારણકે તેમાં નવા વિચારોને સ્થાન ના હતું). ચાતુર્વર્ણ સમાજ વ્યવસ્થા ને જે લોકો બ્રાહ્મણ – કેન્દ્રિત સમાજ વ્યવસ્થા માને છે તેમણે; વ્યવસ્થામાં વર્ણવ્યા પ્રમાણેના બ્રાહ્મણ જેવા (માત્ર જ્ઞાન અને બુદ્ધિશક્તિમાં જ નહિ પણ તેના જેવા ખંધા અને પોતાનો સિક્કો ખરો કરી બતાવનારા પણ) બન્યા પછી પણ જો પોતાનો તે મુજબનો સ્વીકાર ના થાય તો સાચે-સાચ બ્રાહ્મણ વિરોધી લડત ચલાવવી જોઈએ. પરંતુ મોટા ભાગના લોકો પોતાની ઉંચાઈ (કે નીચાઈ) પર રહીને જ શિખર પરના ફળો પામવા માંગે છે – જે દેખીતી રીતે જ શક્ય નથી. ફરી એકવાર જણાવી દઉ કે મારો આ વ્યવસ્થાની તરફેણ કરવાનો કોઈ જ ઈરાદો નથી કે તેના દુષણો ને કારણે કચડાયેલ કે દુભાયેલ લોકોને જુઠ્ઠા ઠેરવવાનો પણ પ્રયત્ન નથી. તેમના માટે હમદર્દી છે જ અને તેમની સાચી લડત માટે પણ માન છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે સમાજ વ્યવસ્થાના ચુપચાપ હિસ્સા બનીને તેમણે પણ આ પ્રકારની સમાજ વ્યવસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે પણ આ વ્યવસ્થામાંથી બહાર આવવાને બદલે તેને સ્વીકારી પોતાને ભાગે આવતા લાભો મેળવવાનું ચાલુ રાખ્યું જ હતું. તેમને પણ તેમનું survival અને security આ વ્યવસ્થામાં જ દેખાઈ હતી અને તે પ્રમાણે વર્તીને તેમણે પોતાના અસ્તિત્વને કાયમ રાખ્યું હતું.

હવે જો તે કહેવાતો કચડાયેલો કે દુભાયેલો વર્ગ સમાજમાં ખરેખર ઊંચું સ્થાન પામવા માંગતો હોય તો તેમણે એવા પ્રકારની ઉંચાઈ પર આવીને રહેવું પડશે. ત્યાં પહોચતા સુધીમાં તેમને ઘણા અવરોધો નડશે; જે આ જગ્યાએ બેઠેલા છે તેઓ સહેલાઈથી તેમનું સ્થાન છોડવાના નથી!! તેમની સાથે સંઘર્ષ કરીને, સીધી લડત આપીને, સમાજની સમક્ષ પોતાની સર્વોપરિતા સાબિત કરીને જ આ સ્થાન મેળવી શકાય છે. અને આ વાતને સમજનારાઓએ ઉચ્ચ સ્થાન મેળવેલું જ છે. ડો બાબા સાહેબ આંબેડકર તેનું દેખીતું ઉદાહરણ છે. પરંતુ બાબા સાહેબની આંગળી પકડીને કે તેમની પીઠ પર સવાર થઈને આખો સમાજ કાઈ તેમના જેટલી ઉંચાઈ એ ન બેસી શકે; તેને માટે તો બાબા સાહેબ જેટલી ઉંચાઈ પણ મેળવવી પડે. વર્ણવ્યવસ્થાને ભાંડવાને બદલે તેને પોતાની રીતે બદલીને તેનો લાભ ઉઠાવવો તે જ ‘જંગલ કાયદા’ને માન આપીને કુદરતી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું ગણાશે.

શુદ્ર સમાજે ભારતમાં સહેવા પડેલા ધુત્કાર કે તિરસ્કારને આ લડતનો જ એક હિસ્સો ગણી શકાય; જે વર્ષોથી ચાલી આવેલ છે અને આ લડત કદાચ બીજા ઘણા દાયકાઓ સુધી ચાલતી રહેશે. કારણકે કોઈ પણ બદલાવ અચાનક નથી આવી જતો કે તેને માટે કોઈ ગુરુ ચાવી પણ નથી હોતી!!

અને જો સાર્વત્રિક રીતે આજની પરિસ્થિતિ જોઈએ તો આપણે સમજી શકીએ કે આ સમાજમાં હવે બ્રાહ્મણ કે શુદ્ર જેવા વિભાજનનું મહત્વ નથી રહ્યું; અથવા તો તે ધીમે ધીમે ખતમ થતું જઈ રહ્યું છે. તમે કોઈ બ્રાહ્મણ યુવાનને પટાવાળા કે ડ્રાઈવરની નોકરી કરતો જોઈ શકો છો જે ભલે જન્મે બ્રાહ્મણ છે પરંતુ કર્મે તો શુદ્ર જ છે; અને સમાજ માં (અરે તેના પોતાના સમાજમાં પણ) તેનું સ્થાન પણ શુદ્ર જેવું જ છે!! તે જ રીતે કોઈ દલિત વ્યક્તિ પોતાની આવડત અને સૂઝ બુઝ ના જોરે શિક્ષક બની શકે છે અને તેનું સ્થાન પણ (જો સાચો શિક્ષક હોય તો) સમાજમાં ગુરુ જેટલું જ પૂજનીય થઇ શકે છે!! આમ આ કહેવાતી વર્ણ વ્યવસ્થાને આપણે હવે નવી રીતે અને નવી દિશામાં ફેરવવાની શરૂઆત કરી જ દીધી છે.

પાછા મનુસ્મૃતિ પર આવીએ તો; તે જે તે સમયનું સાહિત્ય હતું અને તેના પર તે સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિની અસર હોય તે બની શકે છે અને સ્વીકાર્ય છે. તે ઉપરાંત તેમાં દર્શાવેલ universal સામાજિક નીતિ નિયમો આજે પણ પ્રવર્તમાન હોઈ શકે છે; અને તે આપણે સ્વીકારવા પણ જોઈએ. બાકી તેનું અર્થઘટન કોઈ પોતાની રીતે કરીને પોતાના ફાયદા કઢાવવા માંગે અને તેમાં સફળ થઇ જાય તો તે તેનું સદનસીબ (કે બદનસીબ) કે પછી તેની ખાસ આવડત કહી શકાય. જે બ્રાહ્મણો સદીઓ થી કરતા આવ્યા છે; હવે બાકીના વર્ણો નો વારો છે. Keep it up !

By the way, હું જન્મે અને કર્મે વૈશ્ય છું અને સમાજમાં તે પ્રમાણેનું સ્થાન જ ધરાવું છું; અને તેને સ્વીકારીને તેમાં સુખી રહેવું તે મારા survival માટે જરૂરી પણ છે. After all, I am also a social animal.

I happened to write on the above mentioned subject on Mr. Bhupendrasinh Raol’s Blog – Kurukshetra as a reply on one of his posts (“Manu-Smruti Adhyay 2/1”) and the same was published as an article on his Blog. This incident inspired me to enter into the world of bloggers. And as a gratitude towards my inspiration; I would like to publish the same article as my first article. The original article was published in my own language – Gujarati; but, I would like to translate the same here in English for its wider spread.

Article as it is –

I did not have a chance to study literatures like Manu-Smruti; but, I am interested to study so called cast system (or four-class system) prevailing in Indian (not ONLY in Hindus) society and I have some objections also against it.

I happened to travel many countries other than India and due to my personal interest and curiosity I try to study social systems of these countries. According to me such class-systems are prevailing more or less in all societies and civilizations around the world. It may be based on religious status or on social respectability; and in almost all societies it is prevailing on the economic condition of one self. (It is sometimes also known as a SOCIAL DISCRIMINATION too!!) May be such system must have developed in ancient Indian civilization (in Vedic Era) as a Varn-Vyavastha and it may have been accepted widely.

It is obvious and as natural as a Jungle Rule – Survival of the fittest!! It is as well prevailing in animal kingdom – one who is strongest than others has a first right to have the prey! Alpha male has a right to mate with all females of his heard; and the alpha will be decided by internal fights amongst the probable candidates. It will be his DNA which will be carried on to the offspring of the heard. This is a tradition created by the nature. The so called Hindu class-system (or Varn-Vyavastha) of India could be traditionally created and a well STURCTURED & complex form of such social system (i.e. Survival of the fittest)

I happened to meet some scholars in Iran (note : Iranian civilization is as old as a Vedic Era); according to them – they also had and still has such class-based social structure. Evan in today’s Islamic period (Equality is one the pillar of Islam) they still have a social discrimination; based on Family’s Pride; not only over the economic situation!! Similarly, upper class Arabs (discriminated by their Family’s history) do not keep any relation (marriage and/or social gathering etc.) with lower class Arabs. Even if these ‘lower class people’ has attained a high economic status, they could not get a high status amongst the ‘Higher Class’ people due to their ‘Family by Birth’!! The similar system is prevailing in East Asian countries too. However, we can more or less blame the influence of Hinduism in these countries for such social systems. But, European society is not different than Indian society. It is a universal fact that the class which is ruling the society of that time; will try to mould and regularize the entire social system (rather social structure) according to the needs of ruling class.

It may have been possible that Brahmins (Or you can say that the “upper class” of society engaged in a particular activity or tradition; which was later termed as Brahmin!!) were ruling in the times of discriminating such complex social structure / system in ancient India. And as per the (above mentioned) Jungle Rule; they must have devised a social system to maintain their supremacy & dominance forever. Which was accepted (willingly or un-willingly) in the society of that era and the sovereignty of a particular class was established. The dominance is still prevailing more or less in today’s era; and the same ruling class is still making all its efforts to keep it intact.

Neither I, nor you nor any human being could prevent such (discriminated between higher class & lower class) social system. Because, whoever is stronger as per the nature’s law (it could be a male or female, Brahmin or Shudra, rich or poor, king or vagabond, intellectual or unlettered) will come out as a ruler and all other members of society has not only to notice that person but they will worship and follow too. You can have many examples in ancient history, recent past or even in the present. If we try and demolish the “chaturvarna” (four-class) social system today than there a new such system may emerge tomorrow which will be machinery to make stronger more stronger and crushed ones more crushed. Because, no one can deny nature’s law.

Just look at the recent past – a worker (labor) was more important than a doctor or engineer in Soviet Russia (which had a socialist structure of the society). The definition of social status was completely reversed!! Similarly, I have a friend from Iraq (which was one of the earliest civilization of the world and the Arabic language got its peak in this region); who studied medicine and is an orthopedic surgeon; but, was completely involved in a trading business of his family. Because, he has to work at the Govt. Hospital in Saddam ruled Iraq and his monthly pay will be US$ 5; while traders were not restricted like professionals. This is a bitter example of stronger!! Similarly, all intellectuals (like professor, advocate or philosopher) were forced to work on fields during the rule of Khmer Rouge in Cambodia (where one of the world’s biggest Hindu Temple is situated). This is also a good example of twisting of social system for strong & ruling class of the society.

Similarly, India’s four-class social system (which was described as Hindu Social system initially by Muslims, than by missionaries and later by trader-rulers from Europe) should be considered as a part of their natural desire to survive and rule and it is prevailing in all different societies of the world. Oppose (and acceptance to) of such system is accepted and invited but undue comments to degrade the entire society just due to a four-class system is unworthy. We shall understand that the right to oppose such system is the best part of this system.  (And this system is in existence because of such reason. Otherwise, all above mentioned social systems vanished within very short time; because such systems didn’t have a place for fresh thoughts) People, who has a strong oppose of this four-class system which is also known as Brahmin centered social system; should try to become like a Brahmin (not only in knowledge and intelligence but also shrewd and stubborn like them) and if they are not accepted like them; than they should really fight against so-called Brahmins. But, most of the people wish to enjoy fruit of the peak being at their own heights (or ditch) – which is not possible. I would like to make it clear that neither I intend to favor the so called four-class system (or chatruvarn vyavastha) nor I wish to deny the pitiable situation of so-called lower class of the system and also I support their ‘true’ fight against the system. But, the other side of the coin is that they encouraged this social system by accepting it without uttering a word against it. They also never tried to come out of this system but, accepted our position in the system and also enjoyed the fruits of their own part. They also saw their survival and security in this system and they bought their existence by obeying rules of this system.

If this so called “crushed” class – ‘dalits’ – wish to get the higher position on this system than they also need to attain the same height.  They may face so much of resistance; people who are already sitting at this place will not be ready to leave their position easily!! They have to attain top position by direct fight with them & by proving themselves as the best. The people and individuals who proved themselves are already enjoying such position in the society. Baba Saheb Ambedkar is the best example of it. But, the whole such ‘crushed-class’ should not try reach to the same height just by riding on the back of Baba Saheb. One has to achieve the same height as of the Baba Saheb. If you change this four-class system for your own benefits; instead of slandering it, than you can attain your position naturally by honoring the ‘jungle-rule’.  

The disregard and hatred endured by the ‘shudra’ society shall be considered as a fight against this system; which is continuing since last so many centuries and may be continued for some more decades. Because, the change doesn’t come overnight and there is no master key for such a big social change!

And if we see this in wholesome way, than there is no such Brahmin-Shudra discrimination in today’s Indian Society or it is diminishing day by day. You can find a Brahmin youth working as a peon (office-boy) or a Driver’s job. He is a Brahmin by birth but shudra by his work (karma). And his position in the society (even in his own social circle) is same as Shudra. Similarly, a ‘Dalit’ can become a proud teacher (in today’s world) with the help of his comprehension and proficiency. And he can also enjoy the honorable position like GURU (if he is a teacher in true sense)!! Thus, we have already started changing this so-called “chatur varn-vyavastha” into new direction & in a new ways.

If we come back to ‘Manu-Smruti’; then we can accept that it may have the influence of social and political situation of that time when it was created and it is accepted too. We should also accept the ‘universal’ social laws existed in the ‘Manu-Smruti’ which may be prevailing even in today’s world. If somebody would try to interpret it in his own way and get benefitted; then it shall be considered as a good luck (or bad luck??) to him or a special skill of that person or a class of society. Brahmin’s have been doing this for centuries now it’s a turn of other classes, keep it up!!

By the way, I am a “vaishya” by birth and doing (karma) and I enjoy that position in my society. Being happy by accepting it is required for my survival. After all, I am also a social Animal.

સંગ્રહ

શ્રેણીઓ

ફેબ્રુવારી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન    
 12
3456789
10111213141516
17181920212223
242526272829